
અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની શરૂઆતની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ એ જણાવ્યું છે કે, દર વખત કરતાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે.
ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂન બાદ બેસે છે. પરંતુ આ વખતે ચોમાસું ૧૦ જૂન પહેલાં બેસવાની શક્યતા છે. ૯ જૂન આસપાસ ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવનાં દેખાઈ રાખી છે.
હાલ, ગ્લોબલ વોર્મિંગનાં કારણે ગમે ત્યારે કમોસમી વરસાદ વરસી જાય છે. પરંતુ ચોમાસાના વરસાદની શરૂઆત ૯ જૂન થી થવાની સંભાવનાં છે. દરિયા કિનારાનાં શહેરોમાં પ્રમાણમાં વધારે વરસાદ વરસી શકે છે. હાલ, ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. ગરમીનાં લીધે લોકોનાં હાલ બેહાલ થઈ ગયાં છે. આવાં સમયે બધા જ લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે અને ગરમી વધારે પડી રહી છે એટલે વરસાદ પણ વધારે થવાની આશા લોકોમાં બેસી છે.
હાલમાં ૪૫-૪૬ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. માટે હવે વરસાદની આશા છે કે, વરસાદ આવે અને આ ગરમી ઓછી થાય.