હાલનાં આ ઝડપી યુગમાં લોકો પાસે સમયનો અભાવ હોય છે. આ સમયનાં અભાવના કારણે અને કોઈકવાર ગેરરીતિનાં કારણે, મજાક-મસ્તીનાં કારણે ઘણી મોટી સમસ્યા ઘટી જાય છે. આવાં ઘણાં ઉદાહરણ આજકાલ જોવા મળી રહ્યા છે.

હાલમાં, ભાવનગરમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે. બે મિત્રો કાર લઈને ઘરે જતાં હોય છે. આ દરમિયાન ને મિત્ર ડ્રાઈવ કરતો હોય છે. તેનું કાબુ ગુમાવતા કાર ડીવાઈડર પર આવેલા વિજ પોલ સાથે અથડાય છે. કાર LPG ગેસથી સંચાલીત હોવાથી કારમાં તરત જ આગ ભભુકી ઉઠે છે. આ દરમિયાન આસપાસના લોકો અને એક હોમગાર્ડનાં જવાનની મદદથી કાર ડ્રાઈવ કરી રહેલા મિત્રને બહાર કાઢી લેવામાં આવે છે અને વધારે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યારે સાથે સવાર બીજો મિત્ર બહાર નીકળવામાં અસમર્થ રહેવાથી કારમાં જ બળીને ખાખ થઈ જાય છે.
આવાં એકસીડન્ટનાં કિસ્સાઓ હાલ વધારે વધી રહ્યા છે. માટે ગુજરાત મીડિયા ૨૪ દ્વારા સાવચેતી રાખવાં અનુરોધ કરવામાં આવે છે. વાહનો વધારે સચેત થઈને ચલાવો અને સુરક્ષિત રહો.