
વધુ એક દર્દનાક ઘટના આવી સામે. ગઈકાલ એટલે કે શનિવારનાં દિવસે રાજકોટમાં આવેલ ટી આર પી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ ગેમ ઝોનમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો છે. જાણીએ વિગતથી…
તારીખ ૨૫ મે નો દિવસ એટલે રાજકોટ માટે દર્દનાક દિવસ સાબિત થયો. રાજકોટમાં નવા રિંગ રોડ ઉપર આવેલ ટી આર પી ગેમ ઝોન (TRP Game Zone) માં અચાનક આગ લાગી હતી. જેમાં ૨૭ જેટલાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
શનિવારનાં દિવસે ટી આર પી ગેમ ઝોન માં વેકેશનનો સમય અને ઓફરનો દિવસ હોવાથી વધારે લોકો પણ હાજર હતાં. સાથે સાથે વેલ્ડિંગનું કામ પણ શરૂ હતું. આ દરમિયાન અચાનક આગ ફાટી નિકળતા થોડી સેકન્ડમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આ ઘટનામાં ઘણાં બાળકોએ પણ જીવ ગુમાવ્યો છે. ગેમ ઝોનમાં ફાયર એનોસી પણ થયેલું ન હતું એવું જાણવા મળેલ છે. આગ એ અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અંદર રહેલાં લોકો બહાર આવવામાં અસમર્થ રહ્યાં હતાં. ઘણાં લોકો બહાર આવી ગયાં અને ઘણાં લોકોએ બાકીનાં લોકોને બહાર કાઢવા મદદ પણ કરી હતી. આગ લાગેલી જોઈને આજુ બાજુ રહેતાં લોકો પણ મદદ કરવા માટે દોડી આવ્યાં હતાં.
દેવાધિ દેવ મહાદેવને એટલી પ્રાથના કે, સ્વર્ગવાસ થયેલ લોકોની આત્માને શાંતિ અર્પે અને તેમનાં પરિવારને હિંમત આપે.