
ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનાં નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજીનું આજ એટલે કે, ૩૧ મે, ૨૦૨૪ નાં રોજ બાદ નિધન થયું છે. ઘણાં સમયથી શિવભદ્રસિંહજીની તબિયત નાદુરસ્ત હતી.
કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન ૯૧ વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીનો જન્મ નિલમ બાગ પેલેસમાં તારીખ 23 December, 1933 નાં રોજ થયો હતો અને નિધન આજનાં દિવસે એટલે કે, 31 May, 2024 નાં રોજ થયું છે. શિવભદ્રસિંહજીનો પાર્થિવ દેહ ભાવ વિલાસ પેલેસમાં બપોરે ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. ભાવનગર રાજવી પરિવાર અને ભાવેણા વાસીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
શિવભદ્રસિંહજી હાલમાં ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવનાં કિનારે આવેલ ભાવ વિલાસ પેલેસમાં જ નિવાસ કરતાં હતાં. શિવભદ્રસિંહજી ગુજરાતનાં જાણીતા પ્રકૃતિ વિદ હતાં. શિવભદ્રસિંહજી ૧૯૬૨ થી ૧૯૭૨ નાં સમયગાળામાં મેમ્બર ઓફ લેજિસ્ટેટીવ એસેમ્બલી (MLA) પણ રહી ચૂક્યા છે.
શિવભદ્રસિંહજી દ્વારા સન ૧૯૭૫ માં “The Bhavnagar Wildlife Conservation Society” ની સ્થાપના કરવામાં આવી છે. શિવભદ્રસિંહજીને વારસામાં મળેલ ભાલમાં વેળાવદર ગામ પાસે મળેલ જમીન ભારત સરકારને “વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન” બનાવવા માટે ભેટમાં આપી દીધી હતી. ભાવનગરમાં આવેલ રાજપરા ખોડિયાર મંદિરનાં તેઓ ટ્રસ્ટી છે.