ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હર્ષ સંઘવી સાહેબે મોરબી જિલ્લા અને રાજકોટ જિલ્લાની મુલાકાત લીધેલી. આ મુલાકાત દરમિયાન મોરબીમાં તૈયાર કરવામાં આવેલા પોલીસ સ્ટાફ માટેનાં અદ્યતન ૧૨૦ આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યું.

પોલીસ ભરતીમાં આ વર્ષે અંદાજિત ૮૦૦૦ જેટલી જગ્યાઓ ઉપર ભરતી આવવાની છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ ૮૦૦૦ જગ્યાઓ પૈકી ૩૨૫ આસપાસ બિન હથિયારી પોલસ સબ ઇન્સ્પેક્ટર, ૬૩૨૪ આસપાસ હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ અને સાથે સાથે ૭૩૫ જેટલી જેલ સિપાહી ની ભરતી કરવામાં આવવાની પૂર્ણ શક્યતા છે.
ત્યારબાદ રાજકોટ ખાતે હર્ષ સંઘવી સાહેબે પ્રેસ મીડિયાના મિત્રો સમક્ષ ગુજરાતનાં સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો તેમાં પણ ખાસ કરીને પોલીસની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા એવા સમાચાર આપ્યાં. જેમાં હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે, સપ્ટેમ્બર મહિના પછી પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા યોજાઈ શકે છે. હાલમાં ગરમી અને વરસાદ એટલે કે ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલ પરીક્ષા શક્ય નથી. માટે સપ્ટેમ્બર મહિના પછી પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા યોજાશે.