આ તારીખથી બંધ થઈ જશે ૨૦૦૦ ની નોટ…

0 minutes, 0 seconds Read

એકવાર ફરી એ દિવસ આવી ગયો છે..

એકવાર ફરી લાઈનમાં ઊભા રહેવાનો સમય આવી ગયો છે…

2000 Note

તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્ક એ નોટબંધીનો નિર્ણય કર્યો છે. પરંતુ આ વખતે માત્ર ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝેર કરવામાં આવ્યું છે કે, ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી રહી છે. લોકો ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૩ સુધીમાં બેંકમાં જઈને ૨૦૦૦ની નોટ બદલી શકે છે. ત્યાં સુધી એટલે કે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી ૨૦૦૦ ની નોટ માન્ય ગણાશે. બેન્ક હવેથી કોઈને ૨૦૦૦ ની નોટ આપશે નહિ. કેટલી માત્રામાં નોટ બદલી શકશો.!!રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ જાહેર કર્યું છે કે તમે એક દિવસમાં ૨૦,૦૦૦/- રૂ. બદલી શકશો એટલે કે, ૨૦૦૦ ની ૧૦ નોટ બદલી શકશો.આ વખતે સમય વધારે છે એટલે લાગે છે ત્યાં સુધી લાઈનો જોવાં મળશે નહીં. પણ જો તમારા પાસે પણ ૨૦૦૦ ની નોટો પડી હોય તો વહેલા તે પહેલાં બદલાવી લેજો. હવે સપ્ટેમ્બર મહિના પછી નહીં જોવા મળે પર્પલ નોટ. ચલણી નોટમાં સૌથી મોટી ગણાતી નોટ હવે થોડાં સમય માટે જ જોવા મળશે.

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *