
હાલનાં સમયમાં મનુષ્યોમાં હાર્ટ એટેકનાં કેસ વધતાં જાય છે. પહેલાનાં સમયમાં એવું હતું કે મોટી ઉંમરનાં લોકોને જ હાર્ટ એટેક આવતાં હતાં. પરંતુ હવે નાની ઉંમરનાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતમાં અને દેશમાં ઘણા કિસ્સાઓ આ બાબતના જોવા અલી રહ્યા છે. એવામાં ભાવનગરમાં આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં એક દીકરીને લગ્ન મંડપમાં હાર્ટ એટેક આવ્યો.

ભાવનગરમાં એક લગ્નમાં બની દુખદ ઘટના. દીકરીનાં માતા-પિતા દીકરીની લગ્ન વિદાઈની રાહ જોતાં હતાં આ દરમિયાન લગ્ન થાય તે પહેલા જ દીકરીને આવ્યો હાર્ટ એટેક અને લોકોમાં ગમગીની ફેલાઈ ગયી. ભાવનગરમાં બે દિવસ પહેલા સુભાષનાગરમાં રહેતા જીણાભાઈ ભાકાભાઈ રાઠોડના ઘરે દીકરી હેતલબેનના લગ્ન હતાં. દીકરી હેતલના લગ્ન નારી ગામનાં આલગોતર રાણાભાઈ બુટાભાઈના પુત્ર વિશાલભાઈ સાથે હતાં. એ માટે વિશાલભાઈ જાન લઈને જીણાભાઈના આંગણે આવેલા. પરંતુ આ દરમિયાન જ જીણાભાઈની પુત્રી હેતલબેનને હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યા હતાં. હેતલબેનને એમ્બ્યુલસ બોલાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી. હોસ્પીટલમાં તબીબોએ હેતલબેનને મૃત જાહેર કરી.

હેતલબેનના મૃત જાહેર થતાં સુભાષનગરમાં શોક વ્યાપી ગયો હતો. પરંતુ ઘર આંગણે આવેલી જાનને આમનામ પરત ન કરી શકાય. તેથી જીણાભાઈએ પોતાની નાની દીકરીને લગ્ન મંડપમાં બેસાડીને તેમના લગ્ન વિશાલભાઈ સાથે કરાવ્યા. ત્યારબાદ હેતલબેનની અંતિમયાત્રા નીકળતા સુભાષનગરમાં શોક વ્યાપી ગયો હતો. જે દીકરીના લગ્ન હતાં તે જ દીકરીની અંતિમયાત્રા નીકળી.

આ ઘટનાની જાણ થતાં જ ભાવનગરના કોર્પોરેટર અને માલધારી સમાજના મુખ્યા લક્ષ્મણભાઈ રાઠોડ દોડી આવ્યા હતાં. જીણાભાઈના પરિવારને આશ્વાસાન આપ્યું અને હિમ્મત આપી હતી.

ભગવાન તેમના પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે.