
ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) પોલીસ વડા તરીકે ૩૧ જાન્યુઆરી,૨૦૨૩ નાં રોજ આશિષ ભાટિયા સાહેબ વય નિવૃતિ થવાનાં લીધે વિકાસ સહાય સાહેબને ઈન્ચાર્જ DGP તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
આજ રોજ વિકાસ સહાય સાહેબને ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
IPS આશિષ ભાટિયા સાહેબ

આશિષ ભાટિયા સાહેબ ગુજરાત કેડર, ૧૯૮૫ નાં આઈ. પી. એસ. અધિકારી છે. આશિષ ભાટિયા સાહેબને શિવાનંદ ઝા સાહેબનાં અનુગામી તરીકે ૩૧ જુલાઈ, ૨૦૨૦ નાં રોજ ગુજરાતનાં DGP તરીકે નિમણૂક થઈ હતી. આશિષ ભાટિયા સાહેબ ૩૧ મે, ૨૦૨૨ નાં રોજ ભારતીય પોલીસ સેવા માથી નિવૃત થવાનાં હતાં. પરંતુ તેમને ૮ માહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું હતું. માટે આશિષ ભાટિયા સાહેબ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ નાં રોજ સેવા માથી વય નિવૃત થયાં.
IPS વિકાસ સહાય સાહેબ

વિકાસ સહાય સાહેબ ૧૯૮૯ કેડરનાં આઈ. પી. એસ. અધિકારી છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ નાં રોજ આશિષ ભાટિયા સાહેબ વય નિવૃત થયાં પછી વિકાસ સાહેબ સાહેબને ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ આજ રોજ વિકાસ સહાય સાહેબ ને ગુજરાત રાજ્યનાં Director General of Police (DGP) પોલીસ વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
IPS વિકાસ સહાય સાહેબ વર્ષ ૧૯૯૯ માં આણંદનાં SP તરીકે, વર્ષ ૨૦૦૧ માં અમદાવાદ ગ્રામ્યનાં SP તરીકે, વર્ષ ૨૦૦૨ માં અમદાવાદ ઝોન ૨ અને ૩ નાં DSP તરીકે, વર્ષ ૨૦૦૪ માં અમદાવાદ સિટી DCP Traffic તરીકે અને Additional CP Traffic તરીકે ફરજ બજાવેલ છે.