મગજ ઉપર અસર કરતો નવો વાઈરસ, અત્યાર સુધીમાં થયાં આટલા બાળકોનાં મોત…

0 minutes, 1 second Read

ચેતી જજો, આવી ગયો છે. એક નવો જ વાઈરસ જેનાથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત થયા છે.

આ ખતરનાક વાઈરસનું નામ ચાંદીપુરા વાઈરસ (Chandipura Virus) છે. ગુજરાત રાજયમાં ચાંદીપુરા વાઈરસના લીધે માતા-પિતામાં પોતાનાં સંતાનોને લઈને એક ચિંતા પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંદાજિત ૧૮ જેટલા બાળકોનાં શંકાસ્પદ મોત નિપજ્યાં છે. આ ચાંદીપુરા વાઈરસ શું છે અને તેનાં લક્ષણો ક્યાં પ્રકારના છે તે જાણીએ…

ગુજરાત રાજ્યમાંથી અત્યાર સુધીમાં ૩૦ જેટલાં ચાંદીપપુરા વાઈરસનાં કેસ સામે આવેલ છે. જેમથી ૧૮ જેટલાં બાળકોનાં શંકાસ્પદ મોત થયાં છે. ચાંદીપુરા વાઈરસનાં મોટા ભાગનાં કેસો બાળકોમાં જોવા મળી રહ્યાં છે. આ વાઈરસ મગજને નુકસાન પહોચાડી રહ્યો છે. જો સમયસર સારવાર કરવામાં નો આવે તો તે મોત નીપજે છે.

શું છે ચાંદીપુરા વાઈરસ અને તેનું નામ ચાંદીપુરા કેમ રાખવામા આવ્યું…

ચાંદીપુરા વાઈરસ RNA વાઈરસ છે. આ વાઈરસ ઘણો જૂનો છે અને બાળકોને વધારે અસર કરે છે. આ રોગ ૧૫ વર્ષ સુધીનાં બાળકોમાં વધારે જોવા મળે છે. આ વાઈરસ લાગવાને કારણે મૃત્યુદાર ૬૦% જેટલો છે. આ વાઈરસ મગજ ઉપર અસર કરે છે અને ૧૦૦ માંથી ૬૦ બાળકોનાં મોત થઈ શકે છે. આ વાઈરસ સેન્ડ ફ્લાય દ્વારા પ્રસરી રહ્યો છે. આ વાઈરસનાં લક્ષણો શરૂઆતમાં તમને ફ્લુ જેવાં જણાશે. ત્યારબાદ આ વાઈરસ મગજને નુકશાન પહોચાડે છે અને અંતે મૃત્યુ નીપજે છે.

આ પ્રકારનો વાઈરસ સર્વ પ્રથમ મહારાષ્ટ્રનાં નાગપુર જિલ્લાનાં ચાંદીપુરામાં જોવા મળ્યો હતો. એટલા માટે આ પ્રકારના વાઈરસને ચાંદીપુરા વાઈરસ નામ આપવામાં આવ્યું છે. આ વાઈરસની કોઈ રસી છે નહી.

આ પ્રકારના વાઈરસથી બચવા માટે પોતાની આસપાસ સ્વછતા રાખો, મચ્છરો દેખાય તો તેનો નિકાલ કરો, બાળકોને મચ્છરદાનીમાં સુવડાવો.

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *