પ્રખ્યાત ટ્રાવેલ ઈન્ફલુએંસરનું REEL બનાવતી વેળાએ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મોત થયું છે. જે પ્રોફેશનનાં કારણે તેને નામનાં પ્રાપ્ત થઈ તે જ પ્રોફેશન મૃત્યુનું કારણ બન્યું.

નામાંકિત ટ્રાવેલ ઈન્ફલુએંસર અનવી કામદારનું 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મૃત્યુ થયું છે. જાણવા મળ્યું તે મુજબ અનવી કામદાર તેમના મિત્ર વર્તુળ સાથે મહારાષ્ટ્રનાં રાયગઢ જીલ્લામાં ફરવા માટે ગયેલ હતાં. ત્યાં માનગાંવનાં કુંભે ઝરણા આસપાસ વિડિયો બનાવવા જતાં અંદાજિત 300 ફૂટ ઊંડી ખાણમાં પડી જવાથી દુખદ અવસાન થયું છે.

અનવી કામદાર માત્ર ૨૭ વર્ષનાં હતાં અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતાં. અનવી કામદાર સોશિયલ મીડિયા ઉપર તેની ટ્રાવેલને લગતી પોસ્ટનાં લીધે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ઘણી REELS નાં લીધે તે ખૂબ ચર્ચામાં પણ રહેલા છે.
અનવી કામદાર પોતાના મિત્ર વર્તુળ સાથે ૧૬ જુલાઈ નાં રોજ મહારાષ્ટ્રમાં માનગાંવમાં આવેલ કુંભે ઝરણા (Kumbhe Waterfall) ફરવા માટે ગયેલ હતાં. ત્યાં કુંભે ઝરણા પાસે અંદાજિત ૧૦-૧૧ વાગ્યા આસપાસ એક Reel નાં શુટ માટે ગયેલ. આ દરમિયાન ઝરણા પાસે શૂટિંગ કરવા જતાં તેનો પગ લપસ્યો. આ કારણે તે અંદાજિત ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી દુખદ મૃત્યુ થયું છે.

અનવી કામદારને શું ખબર હશે કે જે વસ્તુનાં લીધે તેને આટલી નામનાં મળેલ છે, તેનાં કારણે જ તેનું મૃત્યુ નીપજશે. આ ઘટનાની જાણ થતાં જ બચાવ દળ ઘટના સ્થળ પાસે પહોચી ગયું હતું. અનવીને હોસ્પિટલ લઈ જતાં ડોક્ટર એ અનવીને મૃત જાહેર કરી.