જાણો, ૨૦ વર્ષીય અભિનેત્રીએ સેટ ઉપર જ કરી આત્મહત્યા..

૨૦ વર્ષીય ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્માએ સેટ ઉપર કરી આત્મહત્યા..

Tunisha Sharma

ટી.વી. સિરિયલ અભિનેત્રી તુનિષા શર્મા ૨૦ વર્ષની હતી. તેને શૂટિંગ દરમિયાન સેટ ઉપર મેક-અપ રૂમમાં કરી આત્મહત્યા. એક મ્યુજીકનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બની આ ઘટના. શૂટિંગના સેટ ઉપર હાજર અન્ય લોકોએ મેક-અપ રૂમમાં તુનિષાને લટકતી જોઈ. ત્યારબાદ તેણીને ત્યાથી ઉતારીને હોસ્પિટલ લઈ જવાઈ. હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તુનિષાએ શ્વાસ છોડી દીધો હતો.

પોલીસ દ્વારા બંને તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે..

તુનિષા શર્માએ આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. તે બાબતમાં પોલીસ અધિકારીઓ દ્વારા આત્મહત્યા અને હત્યા બંને બાબતને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે.

તુનિષા શર્માએ અહીથી કરી હતી કારકિર્દીની શરૂઆત..

અભિનેત્રી તુનિષા શર્માએ પોતાનાં અભિનય કારકિર્દીની શરૂઆત ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ સિરિયલથી બાળ કલાકાર તરીકે કરી હતી. ત્યારબાદ ચક્રવર્તી સમ્રાટ અશોક, મહારાજા રણજીત સિંહ, શેર એ પંજાબ વગેરે જેવી સિરિયલમાં અભિનય કરેલો છે. ફિલ્મ જગતની વાત કરીયે તો તુનિષાએ ફિતૂર ફિલ્મમાં પણ બાળ કલાકારનો અભિનય કરેલો હતો. આ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળેલ છે.

Instagram ઉપર તુનિષા શર્માએ આત્મહત્યાનાં થોડાં સમય પહેલાં જ કરી હતી પોસ્ટ..

Source: Instagram

તુનિષાએ આત્મહત્યા કરી તેના થોડાં કલાકો પહેલાં જ પોતાનાં Instagram એકાઉન્ટ ઉપર પોસ્ટ મૂકી હતી. જેમાં લખેલું હતું કે, ” Those who are driven by their passion doesn’t stop.” એટલે કે, “જે લોકો પોતાનાં Passion (જુસ્સો) સાથે આગળ વધે છે. તે ક્યારેય અટકતાં નથી.”

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *