હર હર મહાદેવ..
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. બધા જ લોકો મહાદેવજીના દર્શને જઈ રહ્યા હશે. તો આજે અમે તમને એક અદભુત શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે, મંદિર અંદાજિત 5000 વર્ષ જૂનું છે. તો ચાલો જાણીએ મંદિર વિશે…

વાત છે, ઝરીયા મહાદેવ મંદિરની (Zariya Mahadev). આ મંદિર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ચોટીલા થી થાન જતા રોડ પર ચોટીલા થી 14 કિલોમીટર ના અંતરે આવેલું છે. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે. આ મંદિર બીજા શિવ મંદિરો કરતા અલગ પડે છે. કારણ કે, આ મંદિરમાં શિવલિંગ ઉપર સતત શીલા માંથી એટલે કે પથ્થરમાંથી પાણી ટપક્યા કરે છે અને આ અંદાજિત છેલ્લા 5000 વર્ષોથી આ જ રીતે પાણી ટપકે છે. આજુબાજુમાં પાણીનો કોઈપણ જાતનો સ્ત્રોત ન હોવા છતાં વર્ષોના વર્ષોથી પથ્થરમાંથી પાણી ટપક્યા કરે છે. લોકવાયકા એવી પણ છે કે, પાંડવોએ અહીંથી નીકળ્યા ત્યારે અહીંયા પૂજા અર્ચના કરી હતી અને ત્યાં શિવલિંગની સામે પાતાળ ગંગા પણ આવેલી છે. ત્યાં કુંડમાં પાતાળમાંથી ગંગા નદીનું પાણી આવે છે એવી લોકવાયકા છે. ત્યાં એક ગૌશાળા પણ આવેલી છે.
ઝરીયા મહાદેવ મંદિર જ્યાં સ્થિત છે. ત્યાં બાજુમાં જ ગુફામાં મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે. તો આ પવિત્ર શ્રાવણ માસમાં ઝરીયા મહાદેવજીના દર્શન કરવાનું અને સાથે સાથે મહાકાળી માતાના દર્શન અચૂક કરજો.
આ લેખ તમને પસંદ આવ્યો હોય તો તમારા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં માં શેર કરો. જેથી કરીને તે લોકો પણ આ અલૌકિક શિવ મંદિર વિશે જાણી શકે.
તો બોલો, હર હર મહાદેવ…