હાલમાં છેલ્લા ૩ દિવસથી ગુજરાત ઉપર એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર બિપોરજોય વાવઝોડાની બહુ અસર દેખાઈ રહી છે. ગઈકાલે તો કરછમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો હતો અને દરિયાકાંઠે ભારે નુક્સાન પણ જોવા મળી રહ્યું છે.

એવામાં ભાવનગરમાં આવેલ વરતેજ નજીક સોડવદરા ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે. ભાવનગરમાં પણ ગઈકાલે પવન સાથે વરસાદ રહ્યો હતો. આ દરમિયાન ભાવનગર જિલ્લાના સોડવદરા ગામે બકરાને પાણીથી બચાવવા જતાં પિતા – પુત્રનું મોત નિપજ્યું છે. પિતા રામજીભાઈ અને તેમનો પુત્ર વરસાદ દરમિયાન પાણીનાં ભારી પ્રવાહમાં બકરાઓ તણાઈ ન જાય તે માટે તેમને બચાવવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી પિતા – પુત્રનું મોત નિપજ્યું હતું. સાથે સાથે ૨૦ થી વધારે બકરાનાં પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજયાં છે.
ત્યારબાદ પિતા – પુત્રને વરતેજ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલાં છે. બધાં જ લોકોએ સાવચેત રહેવું જોઈએ. વાવાઝોડાં દરમિયાન તો બહાર નીકળવું જ ન જોઈએ. પરંતુ વાવાઝોડાં બાદ પણ સાવચેતી રાખવી જોઈએ. જેમ કે, વીજ પોલ, વૃક્ષો અને પાણીનાં ખાડા વગેરે પાસે થી સાવચેતી રાખીને પસાર થવું જોઈએ.
રિપોર્ટ: કુલદીપસિંહ ગોહિલ (વરતેજ)