હવામાન ખાતા તરફથી ફરી એક વરસાદની આગાહી આવી ગઈ છે. હમણાં થોડા સમયથી પ્રમાણસર બધી જ જગ્યાએ ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વાતાવરણમાં વધતું જોવા મળી રહ્યું છે.

થોડા સમય પહેલા દિલ્હીમાં પણ પૂરની સ્થિતિ નો ભય લાગી રહ્યો હતો. કારણ કે, ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે નદીના પાણીમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો. પરંતુ હાલ દિલ્હીમાં પણ ભારે ગરમી જોવા મળી રહે છે અને ત્યાંના લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે.
આગામી પાંચ દિવસમાં આટલા વિસ્તારમાં પડી શકે છે વરસાદ..
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં પૂર્વ ભારત અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ પાંચ દિવસ દરમિયાન પવન ભારે ફુકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે. માટે દરિયા ખેડૂએ દરિયો ન ખેડવો એવી ભલામણ આગામી પાંચ દિવસ દરમિયાન કરવામાં આવી છે. સાથે સાથે બાકીના પશ્ચિમ ભારતના સ્થળોએ જેમકે, મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ જેવા દક્ષિણ ગુજરાતના સ્થળોએ પ્રમાણસર મધ્યમ વરસાદ થઈ શકે છે.
આગામી પાંચ દિવસમાં હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે મધ્ય ભારત, પૂર્વ ભારત માં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પશ્ચિમ ભારતના કેટલાક સ્થળોએ મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે.