આ છે ભારે વરસાદની આગાહી… અંબાલાલભાઈ પટેલે કરી આગાહી…

0 minutes, 1 second Read

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલા જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને ભાવનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ પાણી ભરાયાના પણ દાખલા જોવા મળી રહ્યા છે.

Heavy Rain


આ અરસામાં હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલભાઈ પટેલ એક ફરી આગાહી કરી છે અને આગાહી કરતા અંબાલાલભાઈ પટેલે કહ્યું કે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થશે તેવો વિચાર વ્યક્ત કર્યો છે. અંબાલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહીમાં આજથી લઈને એટલે કે, 21 જુલાઈ થી લઈને 24 જુલાઈ સુધી વરસાદ ભારે પડવાની શક્યતા રહેલી છે. આ વરસાદ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે કે , દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વધારે પડતો રહેવાની શક્યતા બતાવવામાં આવી છે અને ભારે વરસાદના લીધે હાલમાં ઘણી નદીઓ અને ડેમ ઓવરફ્લો થવાના દાખલા પણ સામે આવ્યા હતા. હજુ પણ એવા કિસ્સાઓ વધારે સામે આવી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં Deep Dipression સર્જવાની શક્યતા છે. જેના પરથી એવું લાગી રહ્યું છે કે, ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં રાજ્ય માંથી વરસાદ વિદાય લઈ શકે છે.


ભારે વરસાદ ની આગાહી સાથે લોકોને ગુજરાત મીડિયા 24 દ્વારા અપીલ કરવામાં આવે છે કે, આ વરસાદી માહોલમાં વીજ થાંભલા, જર્જરીત મકાનો અને નદી-નાળા આસપાસ ચાલવાનું ટાળવું રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે ખાડાઓનું ધ્યાન રાખવું .જેથી કરીને અકસ્માતને ટાળી શકાય અને બની શકે તો પોતાનું ધ્યાન રાખવાની સાથે સાથે તમારી આસપાસ રહેતા કે પસાર થતાં લોકોને પણ સતેજ કરવા અને તેમનું પણ ધ્યાન રાખવું.

તમે અહીથી આ પોસ્ટ શેર કરી શકો છો:

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *