આ વખતે તો ગરમીએ હાલ બેહાલ કરી નાખ્યાં છે અને જોવા જઈએ તો વરસાદ પણ મોસમ વગર ગમે ત્યારે ખાબકી રહ્યો છે. પરંતુ હવામાન ખાતા એ આ વખતે નાં ચોમાસાની આગાહી કરી છે. જે નીચે મુજબ છે.

ભારતનાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસુ સામાન્ય જ રહે છે. એવી જ રીતે આ વખતે પણ ચોમાસુ સામાન્ય રહેશે તેવી શક્યતા છે. અલ નિનો વાવાઝોડાની અસર હોવા છતાં ચોમાસામાં સામાન્યતઃ વરસાદ પડશે. હવે ધીમે ધીમે ગરમી ઘટી રહી છે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન મહિનો પણ આવી રહ્યો છે. એટલે ચોમાસાની શરૂઆત નજીક જ છે. આપણે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસુ રહે છે.
આ વખતે પણ હવામાન ખાતાની આગાહી મુજબ ભારતમાં ૪ કે ૫ જૂન આસપાસ ચોમાસુ બેસી જશે. ચોમસાની શરૂઆત ભારતનાં દક્ષિણ દિશામાંથી થશે અને પછી દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધશે.
તમને આ લેખ પસંદ આવ્યો હોય અને કંઇક જાણવા મળ્યું હોય તો તમે આગળ તમારા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરો.
આભાર.