ગોળ આપણે આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ. ગોળ સ્વાદે ગળ્યો હોવાથી સૌને ભાવતી વસ્તુ પણ છે. પણ શું તમે જાણો છો ગોળ ખાવાથી ફાયદા શું થાય છે અને ગેરફાયદા શું થાય છે.!!! જો ના તો ચાલો આજે જાણીએ ગોળ ખાવાથી તમને ક્યાં ક્યાં ફાયદા અને ગેરફાયદા થઈ શકે છે.

ગોળના પ્રકારો
ગોળ ખાતા પહેલાં ગોળના પ્રકારો ક્યાં છે તેનો ખ્યાલ હોવો જોઈએ. ગોળ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક દેશી ગોળ કે જેને Organic ગોળ કહેવામાં આવે છે અને બીજો Non Organic ગોળ. દેશી ગોળ એટલે કે ઓર્ગેનિક ગોળ કથ્થાઈ કલરનો ઘેરા રંગનો હોય છે. જ્યારે નોન ઓર્ગેનિક ગોળ પીળા રંગનો હોય છે. પીળા રંગનો ગોળ જોઈને એમ જ લાગે કે આ શુદ્ધ ગોળ છે. પરંતુ એવું નથી. એ ગોળ હેલ્થ માટે સારો નથી. પીળા રંગનો ગોળ સ્વાદમાં પણ વધારે ગળ્યો લાગે છે. જ્યારે દેશી ગોળ ઓછો ગળ્યો હોય છે. પણ સ્વાસ્થ્ય માટે સુરક્ષીત છે.
ગોળ ખાવાના ફાયદા
દેશી ગોળ ખાવાથી પાચન જલ્દી થાય છે. એટલે પાચનની સમસ્યા દૂર થાય છે. ગોળ ખાવાથી ચિંતા દૂર થાય છે. થાક ઓછો લાગે છે. હજુ ગામડામાં લોકો જમવામાં સાથે ગોળ લે છે. ગોળ ખાવાથી ઘણા ફાયદા રહે છે.
નાના બાળકો ગોળ ખાય તો તેમનાં હાડકાં નાનપણથી મજબૂત બને છે. કારણ કે, ગોળમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. હૃદય રોગનાં દર્દીને પણ ગોળ ખાવો લાભદાયક છે. તે ખાંડનું સેવન કરી શકતાં નથી. પ્રાચીન સમયમાં પણ ગોળનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
ગોળ ખાવાના ગેરફાયદા
ડાયાબિટીસના દર્દી હોય તે ગોળ ખાય તો તેમને નુકશાન થઈ શકે છે. કારણ કે, ગોળમાં વધારે પ્રમાણમાં સુગરનું પ્રમાણ રહેલું હોય છે. માટે ડાયાબિટીસના દર્દી ગોળનું સેવન કરી શકતા નથી.
તમને આ લેખ પસંદ આવ્યો હોય અને કંઇક જાણવા મળ્યું હોય તો તમે આગળ તમારા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરો.
આભાર.