ભારતનાં ઈતિહાસમાં ઘણી એવી નોંધપાત્ર ઘટનાઓ બની છે. પરંતુ આજે આપણે વાત કરવાની છે એક એવી ઘટનાની કે, જે ભારતનાં ટેલિવિઝન ક્ષેત્રમાં એક બહુ મોટી છલાંગ કહી શકાય.

વાત છે, 25 એપ્રિલ, ૧૯૮૨ ની. આ દિવસે ભારતીય ટેલિવિઝન ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો હતો. ૨૫ એપ્રિલ, ૧૯૮૨ નાં રોજ ભારતમાં એશિયન ગેમ્સ શરૂ હતી અને આ દરમિયાન ભારતમાં કલર ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો. જે ભારત માટે એક મહત્વપૂર્ણ ઘટના કહી શકાય.
આ દિવસે દૂરદર્શન એટલે ભારતની રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલ. દૂરદર્શને રંગીન પ્રસારણ શરૂ કર્યું હતું. ત્યારબાદ લોકો રંગીન ટેલિવિઝનની મજા લેતાં થયા. તે પહેલા રંગવિહીન ટેલિવિઝન હતા, બ્લેક એંડ વાઈટ.
દૂરદર્શને રંગીન પ્રસારણ શરૂ કર્યું ત્યારબાદ ટેલિવિઝન ક્ષેત્રે રંગીન ક્રાંતિ આવી અને ધીમે ધીમે ટેલિવિઝન પણ અલગ અલગ પ્રકારનાં આવવાના શરૂ થઈ ગયાં. પહેલા મોટી સાઈઝનાં ટીવી આવતા હતા. જેમાંથી હવે LCD પ્રકારનાં આવવા લાગ્યા છે.
“ટેલિવિઝન” નામ કઈ રીતે પડયું ??
ટેલેવિઝન નામ ગ્રીક શબ્દ ‘Tele’ અને ‘Visio’ બંને શબ્દ મળીને પડયું છે. ટેલિવિઝનને હિન્દીમાં દૂરદર્શન તરીકે ઓળખવામાં આવે છે.
ટેલેવિઝનની સૌપ્રથમ શોધ ઈ.સ. ૧૯૨૫માં જોન લોગી બેયર્ડ નામનાં સ્કોટીશ વૈજ્ઞાનિકે કરી હતી.