શું તમારા પાસે ધન ટકતું નથી !?
શું તમે ધનનો વધારે થતો વ્યય ઘટાડવા માંગો છો !?
શું તમે ધનમાં વૃદ્ધિ મેળવવાં માંગો છો !?

તો આ પાંચ વસ્તુઓ માંથી એક વસ્તુ તમારી સાથે તમારાં પર્સમાં રાખો તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. તો ચાલો જાણીએ શું છે એ પાંચ વસ્તુઓ.
લક્ષ્મી માતાનો ફોટો

માતા લક્ષ્મી ધનનાં દેવી છે. એટલે જ ધનને પણ લક્ષ્મી કહેવામાં આવે છે. હિન્દુ માન્યતા મુજબ લક્ષ્મી માતાજીનાં ફોટાને મંદિરમાં રાખીને તેની પૂજા કરીને સાથે પર્સમાં રાખવાથી અથવા તો તિજોરીમાં રાખવાથી ધનનો ખોટો વ્યય ઘટે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.
પીપળાનું પાન

પીપળાનું વૃક્ષ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે ને ભગવાન વિષ્ણુ એટલે લક્ષ્મીનારાયણ. માટે હિન્દુ માન્યતાઓ અનુસાર પીપળાનાં પાનને લઈને તેની પૂજા કરીને તેનાં ઉપર ચંદનથી સ્વસ્તિક દોરીને તેને પર્સમાં અથવા તો તિજોરીમાં રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે અને ધનનો ખોટો વ્યય ઘટે છે.
ચોખાના દાણા

હિન્દુ માન્યતા અનુસાર ચોખાના દાણાને પવિત્ર માનવામાં આવ્યાં છે. માટે ૨૧ ચોખા લઈને એક નાની પ્લાસ્ટિક બેગમાં નાખીને માતા લક્ષ્મીનું નામ લઈને પર્સમાં અથવા તો તિજોરીમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
વડીલો પાસેથી મળેલા પૈસા

વાર – તહેવારે વડીલોના પગ સ્પર્શ કરવાથી એટલે કે તેમને પગે લાગવાથી વડીલો આપણને આશીર્વાદ રૂપે પૈસા આપે છે. એ પૈસા વાપરવાની જગ્યા એ તે પૈસા તેમનો આશીર્વાદ સમજીને પર્સમાં રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે.
ચાંદીનો સિક્કો

ચાંદીના સિક્કાને બહુ પવિત્ર માનવામાં આવે છે. ચાંદીના સિક્કા ઉપર માતા લક્ષ્મીનો ફોટો હોય કે ગણેશજીનો ફોટો હોય તેવાં ચાંદીના સિક્કાને તિજોરીમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
તમને આ લેખ પસંદ આવ્યો હોય અને કંઇક જાણવા મળ્યું હોય તો તમે આગળ તમારા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરો.
આભાર.