બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને મુંબઈમાં મિટિંગ દરમિયાન કરી અપીલ.

યોગી આદિત્યાથ બે દિવસ મુંબઈની મુલાકાતે..
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ મુંબઈ બે દિવસ માટે આવેલા છે. આ બે દિવસ દરમિયાન તેમણે મુંબઈમાં બોલીવુડના કલાકારો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મિટિંગ દરમિયાન બોલીવુડના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અપીલ કરવામાં આવી..
સુનિલ શેટ્ટીએ યોગી આદિત્યનાથને અપીલ કરી કે, થોડાં લોકો બોલિવુડમાં ડ્રગ્સ લે છે. તેના લીધે આખા બોલીવુડને ખરાબ ન કહો. હાલમાં બોલિવુડમાં બોયકોટ વાળો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જે અટકાવવાની જરૂર છે અને આ વાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પહોચાડવા કરી અપીલ.
મિટિંગમાં હાજર રહ્યાં બોલીવુડ અભિનેતા..
આ મિટિંગમાં સુનિલ શેટ્ટી, બોની કપૂર, મનોજ જોશી, સુભાષ ઘાઈ જેવાં અભિનેતા હાજર રહ્યા હતાં.
મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કર્યો પ્રસાર..
સી.એમ. શ્રી યોગી આદિનાથ ઉત્તરપ્રદેશ રાજ્યને બનાવવા માંગે છે. ભારત દેશનું સૌથી ફ્રેન્ડલી રાજ્ય બનાવવામાં માંગે છે. આ માટે તેમણે બોલીવુડ અભિનેતા પાસે વાત મૂકી હતી.