
પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી..
Indian Cost Guard (ભારતીય તટ રક્ષક) અને Anti Terror Squad Gujarat (આંતકવાદ વિરોધી દળ ગુજરાત) બંનેના સંયુક્ત પ્રયાસ દ્વારા પાકિસ્તાની માછીમારી બોટ પકડી પાડવામાં આવી છે. આ બોટમાં અધિકારીઓ દ્વારા તપાસ કરતા ૪૦ કિલો અંદાજિત ૩૦૦ કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ અને હથિયારો મળી આવ્યાં છે.

Image Source: Twitter
બોટના ૧૦ ક્રૂ મેમ્બર પણ ઝડપાયાં..
આ પાકિસ્તાની માછીમારી બોટમાં સાથે ૧૦ ક્રૂ મેમ્બરો પણ ઝડપાયા છે. તારીખ ૨૫-૨૬ દરમિયાન ભારતીય તટ રક્ષક જહાજ અરિંજય આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ઉપર પેટ્રોલીંગ કરી રહ્યું હતું. આ પેટ્રોલીંગ દરમિયાન એક પાકિસ્તાની માછીમારી બોટ આપણી ઓખાના દરિયા નજીકની દરિયાઈ સીમામાં આંટા મારતું જોવા મળેલ આ ભારતીય તટ રક્ષક જહાજ દ્વારા તેમની નજીક જવામા આવ્યું. આ દરમિયાન ભારતીય તટ રક્ષક જહાજ દ્વારા બહાદુરી પૂર્વક પાકિસ્તાની બોટ પકડી પાડવામાં આવી હતી.
ઓખાના દરિયામાથી મળી આવ્યું પાકિસ્તાની જહાજ..
ગુજરાતનાં ઓખાના દરિયા કિનારા આસપાસ આપની દરિયાઈ હદમાં એક પાકિસ્તાની માછીમારી જહાજ શંકાની નજરે ફરતું દેખાઈ આવેલું હતું. ભારતીય તટ રક્ષક દળ દ્વારા સરાહનીય કાર્ય કરીને આ જહાજને ઝડપી પાડવામાં આવ્યું હતું.