યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરાયા..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માતૃશ્રી હીરાબાને કરાયાં હોસ્પીટલમાં દાખલ. હીરાબાની તબિયત લથડતા આજે સવારે અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હીરાબાને અમદાવાદમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. યુ.એન.મહેતા હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. નિષ્ણાંત ડોક્ટરોની ટીમ અને અન્ય હોસ્પિટલ સ્ટાફ સારવારમાં લાગેલા છે. હીરાબાની તબિયતમાં હાલ રાહત જોવા મળી રહેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ૪ વાગે અમદાવાદ પહોચશે. હીરાબાની તબિયતની માહિતી માટે મોદી સાહેબ સતત ડોક્ટરો સાથે સંપર્કમાં હતાં.
ધારાસભ્યો પણ હીરાબાની ખબર-અંતર પુછવા યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં..
હીરાબાની ખબર-અંતર પુછવા ધારાસભ્યોપણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચી ગયા હતાં. જેમ કે, ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટિલ સાહેબ, શ્રી કુંવારજી બાવળીયા, શ્રી રાઘવજી પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી અલ્પેશભાઇ ઠાકોર સહિતના ધારાસભ્યો યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચી ગયા હતાં. આ ઉપરાંત આપના યુવા ગૃહમંત્રી સાહેબ શ્રી હર્ષભાઈ સંઘવી પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચી ગયા હતાં.