માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સાંજે ૩ વાગીને ૫૦ મિનિટે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર્યા અને ત્યાથી ૪ વાગે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં.

મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં..
૪ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં ત્યારે તેમનાં ચહેરા ઉપર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ આવતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યાં હતાં. હીરાબાના ખબર-અંતર પુછીને થોડીવાર રહીને નીકળી ગયા હતાં.
અમદાવાદ પહોચ્યાં ત્યાં સુધી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ફોન ઉપર ડોક્ટર સાથે સંપર્કમાં હતાં. હોસ્પિટલ પહોચીને મોદી સાહેબ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે હીરાબા પાસે દોઢ કલાક રોકાયા હતાં. સાથે સાથે ડોક્ટરો પાસેથી હીરાબાની તબિયત અંગે માહિતી પણ લીધી હતી. ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હતાં.
યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા હીરાબાની તબિયત સુધારા ઉપર હોવાનું સતાવર હેલ્થ બુલેટિન બહાર પાડયું છે.