બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું..
હાલમાં જ બરોડા ડેરીનાં પ્રમુખ અને પાદરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી દિનેશભાઈ પટેલે બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

છેલ્લાં આઠ વર્ષથી હતાં પ્રમુખ..
દિનેશભાઈ પટેલ છેલ્લાં ૮ વર્ષથી બરોડા ડેરીનાં પ્રમુખ પદે કાર્યરત હતાં. પરંતુ આ વખતે ભાજપ માથી વિધાનસભાની પાદરા બેઠકની ટિકિટ મળી ન હતી. ટિકિટ ન મળવાના લીધે દિનેશભાઈ પટેલ ભાજપ સામે થઈને અપક્ષ માથી ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન પણ દિનેશભાઈ પટેલ દ્વારાં બરોડા ડેરીનાં પ્રમુખ પદેથી બરોડા ડેરીનાં બોર્ડ ઓફ ડિરેક્ટરને રાજીનામું આપવામાં આવ્યું હતું. પરતું તે અરસા દરમિયાન બરોડા ડેરીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારાં તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હતું.

રાજીનામું આપતાં દિનેશભાઈએ કહ્યું કે..
શ્રી દિનેશભાઇ પટેલે રાજીનામું બોર્ડ ઓફ ડિરેક્ટરને રાજીનામું આપતાં કહ્યું હતું કે, “જેટલો સમય કામ કર્યું તે દરમિયાન બધાનો સાથ સહકાર સારો મળી રહ્યો તે બદલ સૌનો આભાર.”
કાર્યકારી પ્રમુખ બનાવાયા..
દિનુમામા એટલે કે દિનેશભાઈ પટેલે રાજીનામું આપતાં બરોડા ડેરીનાં ઉપ-પ્રમુખ શ્રી ગણપતસિંહ સોલંકીને કાર્યકારી પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા. દિનુમામાનાં રાજીનામાના લીધે સહકારી ક્ષેત્રમાં અત્યારે અચરજ ભર્યું મોજું ફરી વળ્યું છે.
