
ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તાપમાનમાં ગરમીનો પારો ઉપર જતો જ જઈ રહ્યો છે. આવામાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ગુજરાતની મુલાકાતે આવેલા હતાં.
તારીખ ૨૧ મેના દિવસે અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) કોલકતા નાઈટ રાઇડર્સ (Kolkata Night Riders) અને સનરાઈઝરસ હૈદરાબાદ Sunrises Hyderabad) વચ્ચે IPL (આઈપીએલ) ૨૦૨૪ નો મુકાબલો હતો. આ મેચ જોવા માટે શાહરૂખ ખાન અમદાવાદ (Ahmedabad) આવેલા હતાં. આ મેચ દરમિયાન ગરમીનું પ્રમાણ જોવા છતાં શાહરૂખ ખાન પૂરી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહ્યાં હતાં અને બધા જ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
મેચ પૂરી થયા બાદ શાહરૂખ ખાન બધા જ ખેલાડીઓ સાથે હોટેલ ઉપર પાછા ફર્યા હતાં. ત્યારે બાદ શાહરૂખ ખાનને ગરમી લાગી જવાના કારણે ડીહાઈડ્રેશન થવાના લીધે શાહરુખ ખાનને K.D. Hospital માં દાખલ કરવામાં આવ્યો હતો. ગૌરી ખાન પણ ખબર મળતાં હોસ્પિટલ એ આવી પહોંચી હતી.
આ કારણે જ હાલની પરિસ્થિતિ જોતાં બધા ઘરે રહેવાની સલાહ આપે છે એટલે કે કારણ વગર બહાર નીકળવાની ના પાડે છે. આ ગરમીથી રાહત મેળવવા માટે સમયસર પાણી પીતા રહો. લીંબુ પાણી પીતા રહો. તડકામાં બહાર જવાનું ટાળો.