પ્રખ્યાત ટી.વી. સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) ના લીડ એક્ટર જેઠલાલ Jethalal એટલે દિલીપ જોશી Dilip Joshi નાં ઘરની બહાર ૨૫ જેટલાં લોકો હથિયાર સાથે આવી ગયાં હતાં.

જેઠાલાલ એટલે દિલીપ જોશી હાલ રહે છે ત્યાં શિવાજી પાર્કમાં તેમનાં ઘર બહાર ૨૫ લોકો હથિયાર સાથે આવીને ઘરને ઘેરી લીધું હતું. આવું એક અજ્ઞાંત માણસ દ્વારા નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા અલર્ટ કરવામાં આવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર આ કોલ કરવા વાળા અજ્ઞાંત માણસ દ્વારા આ પહેલા પણ આવી જ માહિતીઓ આપવામાં આવેલ છે. જેમ કે, મશહૂર અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રનાં ઘર પાસે બોમ્બ હોવાની માહિતી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસે બોમ્બ હોવાની માહિતી વગેરે આ જ માણસ દ્વારા જાણ કરવામાં આવી હતી.
નાગપુર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા શિવાજી પાર્ક પાસે આવેલ પોલીસ ચોકીને આદેશ આપવામાં આવ્યો છે કે, કોલ આવેલ એ અજ્ઞાંત માણસની તલાશ કરવામાં આવે.
જેઠાલાલ ચંપકલાલ ગડાનું સાચું નામ દિલીપ જોશી છે.