વલસાડમાં લોકોને કીર્તીદાન ગઢવીએ કરવાયું ભજનનું રસપાન.
કીર્તીદાન ગઢવી ઉપર વરસ્યો રૂપિયાનો વરસાદ.
રૂપિયા એટલા ઉડયા કે સ્ટેજ ઉપર સહેજ પણ જગ્યા ન રહી.

ડાયરા કિંગ અને ગુજરાતનું ગૌરવ કીર્તીદાન ગઢવીનો વલસાડમાં તારીખ ૧૧ એપ્રિલની સાંજે પ્રોગ્રામ હતો. આ પ્રોગ્રામ અગ્નિવીર ગૌ સેવા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં કીર્તીદાન ગઢવીએ ભજનો દ્વારા લોકોને મંત્ર મુગ્ધ બનાવી દીધા હતાં.

વલસાડ વાસીઓએ તેમને આવેલી મોજ રૂપિયાની ઘોર કરીને દર્શાવી હતી. લોકોએ એટલી ઘોર કરી કે જોત જોતામાં આખું સ્ટેજ ૧૦,૨૦,૫૦ રૂપિયાની નોટોથી ભરાય ગયું હતું. આ વાત ગુજરાત માટે અજાણી નથી કારણ કે ગુજરાતમાં ડાયરામાં ઘણીવાર આવું દ્રશ્ય જોવા મળી જાય છે. પરંતુ આ વખતે અલગ એ થયું કે, આ વખતે આ દ્રશ્ય Asian News International ની નજરે ચડી ગયું. હા આ વખતે આ દ્રશ્યનો વિડીયો ANI વાળાએ તેમના ટ્વિટર ઉપર શેર કર્યો છે અને સાથે લખ્યું છે કે,” ૧૧ માર્ચના દિવસે ગુજરાતનાં વલસાડમાં આયોજિત પ્રોગ્રામમાં ગાયક કીર્તીદાન ગઢવી ઉપર લોકોએ કયો રૂપિયાનો વરસાદ.”

ઉલ્લેખનીય એ છે કે, આ ડાયરામાં એકત્રિત થનાર રૂપિયા ગાયોનાં દાન માટે આપવામાં આવે છે અને ગૌસેવા માટે આ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
#WATCH | People showered money on singer Kirtidan Gadhvi at an event organised in Valsad, Gujarat on 11th March pic.twitter.com/kH4G1KUcHo
— ANI (@ANI) March 12, 2023