
આજનાં યુગમાં બધા જ લોકો વધારે પડતું બહારનું ખાવાનું પસંદ કરતાં હોય છે. એમાં પાછો ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ગળી દાઢ કરવાનાં બહાને ગળ્યું એટલે કે મીઠું અને ઠંડુ ખાતા હોય છે. તો આવો જાણીએ એક દિવસમાં કેટલાં પ્રમાણમાં ખાંડ કે ખાંડથી બનેલી આઈટમ ખાવી યોગ્ય છે.
ઈન્ડીયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલ (Indian Medical Research Council) ની એક ગાઈડ લાઈન મુજબ ખાંડ (Sugar) નું પ્રમાણ જણાવવામાં આવ્યું હતું. જે અનુસાર આખા દિવસની કેલેરીના ૫% ખાંડ (Sugar) લેવી જોઈએ. મહિલાઓ માટે ૫% એટલે બે ચમચી અથવા તો એક ચમચો ખાંડ એક દિવસમાં લેવી જોઈએ. જ્યારે પુરુષે આખા દિવસની એક ચમની અથવા એક ચમચો ખાંડ (Sugar) નું સેવન કરવું જોઈએ.
વધારે પડતી ખાંડ (Sugar) લેવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે, ડાયાબિટીસ થવાની સંભાવના પણ રહેલી હોય છે અને શરીરમાં વધારે પડતી કેલેરી પણ વધી શકે છે.