
ગુજરાતનું ઘરેણું એવાં માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી હાલમાં જ વિદેશ પ્રવાસે નીકળ્યાં છે. માયાભાઈ આહીર એક સમર્થ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર અને કિર્તીદાન ગઢવી એક સમર્થ લોક ગાયક તરીકે દેશ-વિદેશ માં પ્રખ્યાત છે.
હાલમાં જ કિર્તીદાન ગઢવી દ્વારા તેમનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરવામાં આવ્યાં અને જણાવવામાં આવ્યું કે, માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવી બંને ઓસ્ટ્રેલિયા પ્રવાસે જઈ રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયામાં એક ઇવેન્ટમાં તેમની ખાસ ઉપસ્થિતિ રહેવાની છે. આ બાબતની જાણ કરતાં કિર્તીદાન ગઢવી એ પોતાનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં ફોટોસ શેર કરીને લખ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયામાં વસતાં ગુજરાતીઓ તૈયાર થઈ જજો, અમે તમને મળવા આવી રહ્યાં છીએ.”

ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર માયાભાઈ આહીર અને કિર્તીદાન ગઢવી ડાયરાની રમઝટ બોલાવવાનાં છે.