નિજાનંદ પરિવાર સંસ્થા દ્વારા કરવામાં આવ્યું ધાબળાનું વિતરણ

“નિજાનંદ પરિવાર” એટલે ગરીબો તેમજ નિરાધાર લોકોની વ્હારે આવતી સંસ્થા.

૨૦૧૫ થી ભાવનગર શહેર માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતી “નિજાનંદ પરીવાર” સંસ્થા દ્વારા ઝૂપડપટ્ટી માં રહેતા બાળકોને ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું.

નિજાનંદ પરિવાર દ્વારા દર વર્ષે નિરાધાર લોકો તેમજ ઝૂપડપટ્ટી માં રહેતા લોકો ને મદદ કરવામાં આવે છે. તેમાં આજ રોજ જવાહર મેદાન નજીક ઝૂપડપટ્ટીની શાળામાં અભ્યાસ કરતા બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

આ ધાબળા વિતરણ “કર્મશક્તિ ફાઉન્ડેશન” ના નામે જોગર્સ પાર્ક ખાતે બાળકો ને અભ્યાસ કરાવતા પ્રિયાબા જાડેજાની સંસ્થા માં અભ્યાસ કરતા બાળકોને ધાબળા આપી ને એક સંસ્થા દ્વારા બીજી સંસ્થાને મદદ કરી હૂંફ અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

નિજાનંદ પરિવારનું સ્લોગન છે કે, “ચાલોને કોઈક ના મુસ્કાન નું કારણ બનીએ.”
અહેવાલ: જીતુભાઈ બારડ, ભાવનગર.