
હાલમાં વધતી જતી ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં ગરમીનાં લીધે બધાનાં હાલ બેહાલ થઈ ગયાં છે. એવામાં વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે.
ગુજરાતમાં અંદાજીત ૧૪-૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે. ચોમાસુ બેસે તે પહેલાં અને આ ગરમીનો મારો શરૂ છે. તેવામાં વાવાઝોડાની આગાહી આવી ગઇ છે. ચોમાસા પહેલાં ૨ વાવાઝોડાં આવવાની શક્યતા છે. તે પૈકી એક વાવાઝોડું અરબ સાગરમાં અને બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં આવવાની શક્યતા છે.
બંને વાવાઝોડાની તારીખો પણ આગાહી દરમિયાન દર્શાવવામાં આવી છે. જેમાં પહેલું વાવાઝોડું ૨૪-૨૫ મે આસપાસ બંગાળની ખાડીમાં આવવાનું છે અને બીજું વાવાઝોડું ૯-૧૦ જૂન આસપાસ અરબ સાગરમાં આવવાની શક્યતા છે.
૨૪-૨૫ મે આસપાસ આવનાર વાવાઝોડું બંગાળની ખાડીમાં ત્રાટકશે. જેની અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળશે અને જો આગળ ફંટાશે તો બંગાળની ખાડી આસપાસના રાજ્યોમાં પણ અસર જોવા મળશે. જ્યારે ગુજરાતમાં ધૂળની આંધીઓ ઉઠવાની અને પવન ફુંકાવાની સંભાવના છે.
૯-૧૦ જૂન આસપાસ આવનાર વાવાઝોડાં ની અસર ગુજરાતમાં અને મુંબઈમાં જોવા મળશે. આ વાવાઝોડું અરબ સાગરમાં આવવાની શક્યતા છે. વરસાદ પહેલાં જ પવન ફૂંકાવાની ફૂલ સંભાવના દેખાઈ રહી છે. જેનાં કારણે કદાચ વરસાદ પણ લાંબો ખેંચાઈ શકે છે.
આ પહેલાં પણ વાવાઝોડાનાં લીધે ગુજરાતમાં અને પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી જોવા મળી હતી. આ વખતે પણ બંને વાવાઝોડાં અરબ સાગરમાં અને બંગાળની ખાડીમાં આવી રહ્યાં છે.