
દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્ર ભારતની લોકસભાની ચૂંટણીનું પરિણામ ૪ જૂનના રોજ આવી ગયું છે. જેમાં NDA ગઠબંધનની સરકારનો વિજય થયો હતો.
આ ઐતિહાસિક જીત બાદ NDA નાં વડા તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી બન્યાં. ગઈકાલે એટલે કે, ૯ જૂન, ૨૦૨૪ નાં રોજ શપથ સમારોહમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ સતત ત્રીજી વાર ભારતનાં વડાપ્રધાન પદે શપથ લીધા. સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ એ શપથ લીધા.
શપથ લીધાં બાદ આજ રોજ ૧૦ જૂન, ૨૦૨૪ નાં રોજ PMO પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો. કાર્યભાર સાંભળતાની સાથે જ વડાપ્રધાન મોદી સાહેબ એ સૌથી પહેલાં કિસાન સન્માન નિધિની ફાઈલ ઉપર સહી કરી. કિસાન સન્માન નિધિની વાત કરીએ તો કિસાન સન્માન નિધિમાં દેશનાં કરોડો ખેડૂતોને ૬,૦૦૦/- રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જેની કુલ રકમ ૧૭ થી ૨૦ હજાર કરોડ રૂપિયા છે.
મોદી સાહેબે પ્રથમ બેઠકમાં જરૂરિયાત મંદ લોકો માટે નવા ૩ કરોડ આવાસ યોજનાનાં નવા મકાનો બનાવવાની મંજૂરી આપી. આ આવાસ યોજનાનાં મકાનો લાઈટ કનેક્શન અને ગેસ કનેક્શન સાથે સજ્જ હશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ એક નવી જ ઊર્જા સાથે, નવા ઉદ્દેશો સાથે PMO પહોંચી કાર્યભાર સંભાળ્યો.