હર હર મહાદેવ..
મહાદેવ ભોળીયાનાથ શિવની વાત કરીએ તો મહાદેવના બધા જ રૂપ એક સમાન છે અને ભગવાન મહાદેવની આરાધના કરવી એ સૌથી ઉત્તમ ગણાય છે. ભગવાન મહાદેવ જ સર્વશક્તિમાન છે. આ જીવ પણ શિવનો જ અંશ છે. આ સૃષ્ટિમાં મહાદેવ અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા રહે છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી મહાદેવ નું શિવલિંગ બિરાજમાન છે. તો આજે આપણે એક એવા મંદિરની વાત કરવાની છે કે, જ્યાં મહાદેવજીનું 108 કિલોનું સ્ફટિકનું શિવલિંગ આવેલું છે.

વાત કરીએ તો, સ્ફટિકનું શિવલિંગ આ એશિયામાં (Asia) એક મધ્યપ્રદેશના (Madhya Pradesh) સીવની જિલ્લામાં આવેલું છે અને બીજું શિવલિંગ ગુજરાતના રાજકોટ જિલ્લાના (Rajkot District) રતનપર (Ratanpar) ગામે આવેલું છે. આ શિવલિંગની સ્થાપના પરમ પૂજ્ય બ્રહ્મલીન જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી મહારાજ હસ્તક ૨૦૧૧ માં કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લાના રતનપર ગામે રાજકોટ-મોરબી હાઇવે (Rajkot-Morbi Highway) ઉપર આ મંદિર આવેલ છે. જેનું નામ શ્રી ચંદ્રમોલીશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિરમાં આવેલ શિવલિંગ સ્ફટિક નું છે અને ૧૦૮ કિલો વજન નું છે. જે એશિયામાં માત્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લાના રતનપર અને મધ્યપ્રદેશના સીવની જિલ્લામાં આવેલું છે. શ્રાવણ મહિનામાં આ મંદિરમાં ભક્તો વધારે સંખ્યામાં જોવા મળે છે. અહીંયા ગૌશાળા અતિથિગૃહ અને યજ્ઞશાળા આવેલ છે ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં આ પ્રકારનું અલૌકિક શિવલિંગ આવેલ છે, જે ઘણા ઓછા લોકોને ખ્યાલ છે. માટે આ મંદિર વિશે તમારા સગા વહાલા અને મિત્ર વર્તુળને પણ માહિતી આપો અને અમારો આ લેખ લોકો સુધી શેર કરો.
સ્ફટિક શું છે ?
તો તમને જણાવી દઈએ કે સ્ફટિક એક પારદર્શક રંગવિહીન અને ઠંડી પ્રકૃતિ વાળો રત્ન છે. જે જોવામાં કાચ જેવો દેખાય છે. પરંતુ, કાચની સરખામણીમાં વધારે સખત હોય છે. સ્ફટિક એક ધાર્મિક મહત્વ ધરાવતું રત્ન છે. જેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેવું માનવામાં આવે છે. ઘણા લોકો સ્ફટિક ની માળા પણ જાપ કરવામાં ઉપયોગ કરે છે. જેનાથી આર્થિક તંગી દૂર થાય છે અને શારીરિક અસ્વસ્થતા દૂર થાય છે.
લેખ ગમ્યો હોય તો તમારા સગા વહાલા અને મિત્ર વર્તુળને પણ માહિતી આપો અને અમારો આ લેખ લોકો સુધી શેર કરો.