તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે એક શંખ રાખવાથી શું ફાયદા થાય છે..
શું એક શંખ તમારું ભાગ્ય બદલી શકે છે !?
તો ચાલો આજે જાણીએ કે શંખ રાખવાથી શું ફાયદા થાય છે !?

તો મિત્રો, તમે લોકોએ ઘણા લોકોના ઘરે મંદિરમાં શંખ જોયો હશે અને જો તમને ખ્યાલ નહીં હોય તો વિચાર પણ આવ્યો હશે કે, આ શંખ રાખવાનું કારણ શું? તો શંખને પહેલેથી જ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે, શંખમાં ભગવાન વિષ્ણુ અને માદેવી લક્ષ્મીજીનો વાસ હોય છે, માટે શંખની પૂજા પણ કરવામાં આવે છે. મંદિરમાં શંખને વિધિપૂર્વક સ્થાપન કરીને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં શંખ પહેલેથી જ પવિત્ર અને પૂજનીય છે. કોઈપણ સારું કાર્ય કે વિધિ શરૂ કરતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે. જેના કારણે આસપાસ રહેલી બધી જ નકારાત્મકતા દૂર થઈને હકારાત્મકતા પ્રસરી જાય છે અને કાર્ય સ્થળ પવિત્ર બની જાય છે. પહેલા જ્યારે યુદ્ધનો જમાનો હતો, ત્યારે યુદ્ધની શરૂઆતમાં શંખ વગાડવામાં આવતો અને યુદ્ધ સમાપ્તિ દરમિયાન વિજય ઘોષણા કરવા માટે પણ શંખ વગાડવામાં આવતો. ઘણા લોકો ઘરે પણ સવારે શંખ વગાડે છે. જેનાથી ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર અને શુદ્ધ બની જાય છે. પૂજા દરમિયાન પણ શંખમાં પાણી ભરીને પૂજામાં મૂકવામાં આવે છે. ત્યારબાદ પૂજા પૂર્ણ થયા બાદ શંખમાં રહેલ પાણીનો ઘરમાં બધી જ જગ્યાએ છંટકાવ કરવામાં આવે છે. જેથી હકારાત્મકતા ફેલાય છે.
બીજી રીતે જોઈએ તો શંખ વગાડવાથી આપણી આસપાસ રહેલા ઝીણા ઝીણા વાયરસ અને બેક્ટેરિયા પણ નાશ પામે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો શંખ વગાડવાથી શ્વાસોશ્વાસ ની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે અને ફેફસા શુદ્ધ અને વધુ સક્રિય બને છે
ઘણા લોકો ખંડિત થયેલ શંખને જ્યાં ત્યાં મૂકી દે છે અથવા ફેંકી દે છે તો ખંડિત થયેલ શંખને જ્યાં ત્યાં ફેંકવાની જગ્યાએ નદીમાં પધરાવો વધુ ફાયદાકારક છે.