શું તમારું ખિસ્સું ખાલી થઈ જાય છે, તો પર્સમાં આટલી વસ્તુ રાખો…

આજના ભાગતા યુગમાં પૈસાની જરૂર તો દરેક માણસને પડે છે. આપણી નાનામાં નાની જરૂરિયાતથી લઈને મોટામાં મોટી જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૈસાની જરૂર પડે છે અને નાનપણથી માંડીને જ્યાં સુધી નોકરીએ લાગીએ ત્યાં સુધી શિક્ષણનો ખર્ચો રહે છે, સારવારનો ખર્ચો રહે છે અને આપણી રહેણી કહેણી પ્રમાણે કપડા, વાહનો વગેરે માટે આપણે પૈસાની જરૂર પડે છે અને પૈસા કમાવા માટે આપણે સતત મહેનત કરતા રહીએ છીએ પરંતુ ઘણીવાર એવું બને છે કે, પૈસા કમાવા છતાં આપણી પાસે પૈસા ટકતા નથી. જો આવું થતું હોય તો નીચે દર્શાવેલી વસ્તુ વસ્તુઓ માંથી કોઈપણ એક વસ્તુ તમારી સાથે પર્સમાં રાખો. જેથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારા પોકેટમાં એટલે કે પર્સમાં લક્ષ્મી માતાજી નો બેઠેલી મુદ્રામાં ફોટો રાખવાથી લક્ષ્મી માતાજીની કૃપા તમારા ઉપર સતત વરસથી રહેશે અને ધનની અછત દેખાશે નહીં. સાથે સાથે બીજું એ પણ કહેવામાં આવ્યું છે કે, પીપળાના પાનને કોઈ સારું મુહૂર્ત જોઈને તેના ઉપર ચંદન થી ચાંદલો કરીને તમારા પોકેટમાં અથવા તો પર્સમાં રાખવાથી ધનપ્રાપ્તિ થાય છે. બીજું તમે એ પણ કરી શકો છો કે, ચોખાના દાણા એક ચપટી ચોખાના દાણા એક કાગળમાં રાખીને તમારા વર્ષમાં રાખવાથી પૈસાનો થતો વ્યય ઘટે છે.
તમને આ લેખ પસંદ આવ્યો હોય અને કંઇક જાણવા મળ્યું હોય તો તમે આગળ તમારા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરો.
આભાર.