શું તમે પણ વડીલોને ચા આપો ત્યારે વડીલો તમારી પાસે ચા પીતા પહેલા પાણી માંગે છે?
જો હા, તો શું તમને આની પાછળનું કારણ ખબર છે !?

તો ચાલો, આજે જાણીએ કે ચા પીતા પહેલા પાણી કેમ પીવામાં આવે છે અને ચા પી લીધા પછી પાણી પીવાથી શું ગેરફાયદા થાય છે.
તમે તમારી રોજિંદી જિંદગીમાં ઘણી વખત અનુભવી હશે કે જ્યારે જ્યારે તમે વડીલ ને ચા માટે શા માટે પૂછો છો ત્યારે વડીલ જવાબ આપે છે કે મને પહેલા એક ગ્લાસ પાણી આપી દે ત્યાર પછી ચા આપજે તો આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે ચા પીતા પહેલા પાણી કેમ પીવામાં આવે છે. ચા ખાલી પેટે પીવામાં આવતી નથી એટલા માટે ચા પીતા પહેલા પાણી પીવું જરૂરી છે. જો, ચા ખાલી પેટે પીવામાં આવે તો બોડી ડિહાઈડ્રેટ થઈ જાય છે અને જેના કારણે શરીરમાં નબળાઈ આવી શકે છે. માટે ચા પીતા પહેલા પાણી પીવું આવશ્યક છે.
ઘણા લોકોને ચા પીધા પછી પણ પાણી પીવાની આદત હોય છે. પરંતુ આ આદતને કારણે તેમને હેરાન થવાના વારા પણ આવી શકે છે. કારણ કે, ચા પીધા પછી તરત જ પાણી પીવાથી શરીરમાં પેટની સમસ્યા વધે છે . જેમ કે, ગેસની તકલીફ, અપચો થવો, કબજિયાત થવી વગેરે એટલે ચા પીધા પછી પાણી પીવું નહીં.
તો હવે તમે પણ વડીલોની માફક ચા પીધા પહેલા પાણી પીવાનું રાખજો અને ચા પીધા પછી પાણી પીવાનું ટાળજો.