શું તમે જાણો છો કે, ચા સાથે અમુક વસ્તુ ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને હાની પહોંચી શકે છે !?
તો આજે અમે તમને જણાવીશું કે, આટલી વસ્તુ નું સેવન ચા સાથે કદાપી કરવું જોઈએ નહીં..

ચા આમ તો અંગ્રેજોની દેન છે. પરંતુ ચા સૌથી વધારે ભારતમાં પીવાય છે. એમાં એક ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે ચા પીવાય છે. આપણા દિવસની શરૂઆત ચારથી જ થાય છે અને ઘણા ચા રસિયાઓ રાતે સુતા પહેલા પણ ચા પીવે છે. આપણે અહીંયા માથાનો દુખાવો થતો હોય તો પણ લોકો દવા પીવાના બદલે ચા પીવાનું પહેલા પસંદ કરે છે. વાત કરીએ ઘરની તો ઘરે મહેમાનો આવે ત્યારે તેમને પણ ચા આપવામાં આવે છે અને ઘણા ખરા તીર્થ સ્થાનોમાં પણ પ્રસાદી રૂપે ચા આપવામાં આવે છે. પરંતુ ઘણી એવી વસ્તુ પણ છે કે, જે નું સેવન ચાની સાથે કરવામાં આવતું નથી. તો ચાલો આજે તમને જણાવીએ કે, તે કઈ કઈ વસ્તુઓ છે કે જેનું સેવન ચા સાથે કરવું જોઈએ નહીં.
લીંબુનો રસ
ઘણા એવા લોકો હશે કે, જે હેલ્થ બાબતનું વિચારીને અને શરીર ઘટાડવા માટે દૂધની ચાની બદલે લેમન ટી એટલે કે લીંબુ વાળી ચા પીતા હશે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો નું એવું કહેવું છે કે, ચાય પત્તી સાથે લીંબુનો રસ મળવાથી તેમાં એસિડિક પ્રમાણ વધી જાય છે અને જેના કારણે શરીરમાં એસિડિક પ્રમાણ વધવાને કારણે છાતી ને લગતી બીમારીઓ થઈ શકે છે.
હળદર યુક્ત ખોરાક
ઘણા લોકો ચાની સાથે સાથે નાસ્તો કરતા હોય છે અને નાસ્તામાં ફરસાણ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ ચા ની સાથે એવું ફરસાણ ન ખાવું જોઈએ કે, જેમાં હળદરનું પ્રમાણ વધારે હોય. કારણ કે, હળદર અને ચા બંને એકબીજાના અપોઝિટ છે અને બંનેનું કાર્ય પણ એકબીજાથી ઓપોઝિટ છે જેના કારણે પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, લુઝ મોશન એટલે કે ઝાડા, ગેસની પ્રોબ્લેમ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ચણાના લોટની આઈટમ
ઘણા લોકોને ગોટા, ભજીયા, બ્રેડ પકોડા વગેરે જેવી ચણાના લોટની આઈટમ સાથે ચા લેવાની આદત હોય છે. પરંતુ આવું કરવાથી તમારુ પાચન તંત્ર ખરાબ થઈ શકે છે. કારણ કે, ચણાના લોટ અને ચાના ભેગા થવાના લીધે શરીરનું પાચનતંત્ર નબળું પડી જાય છે. જેના કારણે પેટમાં ગડબડ થઈ શકે છે.
પાણી
ચા પીધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. કારણ કે, ચા પીધા પછી તરત જ પાણી પીવાથી પેટની સમસ્યાઓ વધી શકે છે. તેમાં પણ ખાસ કરીને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ હા ચા પીધા પહેલા પાણી પીવું હિતાવહ છે.