આજકાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ અને પ્રખ્યાત થયેલ પુનિત સુપરસ્ટાર એટલે કે પુનિત કુમાર ને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક મોટો આંચકો આપવામાં આવ્યો છે.

પુનિત સુપરસ્ટાર કારમાં બેસીને મોટે મોટેથી બોલીને રિલ્સ અને વિડિયોઝ બનાવવાથી સોશિયલ મીડિયા ઉપર થોડા ઘણા વાયરલ થયેલ. પરંતુ બિગ બોસ ની આ વર્ષની સિઝનમાં તેમની એન્ટ્રી થવાથી અને માત્ર 24 કલાકમાં જ બિગ બોસ હાઉસ માંથી તેને બહાર કાઢી નાખવામાં આવ્યા બાદ પુનિત સુપરસ્ટાર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ છવાઈ ગયેલ છે. ત્યારબાદ તેમના ફની રિલ્સ અને વિડિયોઝ ખૂબ જ વાયરલ થવા લાગ્યા છે અને બીજી તરફ પુનિત સુપર સ્ટાર ફૂડ પેકેટ્સ લઈને સ્લમ એરિયામાં જઈને અને રોડ ઉપર ફૂટપાથ ઉપર રહેતા લોકોને ફૂડ પેકેટ આપીને હેલ્પ પણ કરતા હોય તે રીતે વિડિયોઝ ઘણા વાયરલ થયેલ છે. લોકો પુનિત સુપરસ્ટારને લોર્ડ પુનિત સુપર સ્ટાર તરીકે પણ ઓળખાવે છે.
પરંતુ હાલમાં જ પુનિત સુપરસ્ટારનું પોતાનું ત્રણ મિલિયન ફોલોવર્સ ધરાવતું Instagram એકાઉન્ટ Instagram દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યું છે અને આ કારણે પુનિત સુપરસ્ટાર ને બહુ મોટો આંચકો લાગ્યો છે. આ બાબતની જાણ પુનિત સુપરસ્ટાર એ બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમના ચાહક વર્ગમાં કરી હતી. આ કારણે તેમના ચાહક વર્ગમાં પણ ગમગીની છવાઈ ગઈ છે અને બીજી બાજુ ઘણા લોકો આ બાબતને લઈને પુનિત સુપરસ્ટારને ટ્રોલ પણ કરી રહ્યા છે. પરંતુ હાલ પુનિત સુપરસ્ટાર પોતાના ચાહક વર્ગ સાથે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કનેક્ટ થઈ રહ્યા છે.
તમને આ લેખ પસંદ આવ્યો હોય અને કંઇક જાણવા મળ્યું હોય તો તમે આગળ તમારા સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શેર કરો.
આભાર.