સતિષ કૌશિક Bollywood નાં પ્રખ્યાત કોમિક રોલનાં અભિનેતા છે. સાથે-સાથે તે ફિલ્મ ડાયરેક્ટર પણ છે. અભિનેતા સતિષ કૌશિકનું આજ રોજ ૬૬ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમનું અવસાન દિલ્હીમાં થયું છે.

તેમનાં અવસાનની પુષ્ટિ અનુપમ ખેર દ્વારા કરવામાં આવી છે. સતિષ કૌશિક જી દિલ્હીમાં તેમનાં મિત્રના ઘરે ગયેલાં હતાં. ત્યાં તેમને મુંજવાણ અનુભવાતા તેમણે તેમનાં ડ્રાઇવરને હોસ્પિટલ લઈ જવા કીધું. પરંતુ હોપિટલ પહોચતાં પહેલા જ રસ્તામાં તેમણે હાર્ટ એટેક આવી ગયો.
દિલ્હી પોલીસને હોસ્પિટલ માંથી સતિષ કૌશિક જીનાં અવસાનની માહિતી મળતા તેમણે પોતાનું કામ શરૂ કરી દીધું છે. દિલ્હી પોલીસ હોસ્પિટલ જતી વખતે સતિષ કૌશિક જી સાથે જે કોઈ પણ હતું તેમની પૂછતાછ કરી રહ્યાં છે. પરંતુ દિલ્હી પોલીસને કઈ પણ શંકાસ્પદ લાગ્યું નથી.
દિલ્હીમાં આવેલી દિન દયાલ હોસ્પીટલમાં સતિષ કૌશિક જીનું પોસ્મોટમ કરવામાં આવ્યું અને સાંજે ૫ વાગ્યા આસપાસ સતિષ કૌશિક જીને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ આવ્યાં. મુંબઈ સતિષ કૌશિક જીનાં ઘરે તેમનાં બધા જ અંગત મિત્રો, અભિનેતા સાથીદારો અને સંબંધીઓ હજાર હતાં.

૨ દિવસ પહેલા જ સતિષ કૌશિક જીએ પોતાના Instagram પેઈજ ઉપર હોળીના ફોટા મૂકેલા હતાં. તેમાં તેની સાથે જાવેદ અખ્તર સાહેબ, શબાના આઝમી વગેરે જેવા કલાકારો પણ જોવા મળેલા હતાં.

૬ દિવસ પહેલાં સતિષ કૌશિક જી સોનું નિગમના શોમાં પણ જોવા મળ્યાં હતાં.