તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ હંમેશા ટોપ સિરિયલમાં સ્થાન પામેલી જોવા મળી છે. પરંતુ છેલ્લાં ઘણાં સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ વાહ વાહ ઓછી થતી જોવા મળી રહી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનાં કેરેક્ટરમાં આવતાં બદલાવને કારણે તેની વાહ વાહ ઓછી થવા લાગી છે. કારણ કે, પહેલાં દયાભાભીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વંકાણી એ સિરિયલ છોડી જેનાથી બહુ મોટો લોસ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સોનું, ટપ્પુનાં પાત્રો વારંવાર ૧-૨ વાર બદલાયા. ત્યાર બાદ રોશન સિંઘ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંઘે પણ સિરિયલ છોડી દીધી. ત્યાર બાદ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા એ પણ સિરિયલ છોડી દીધી. આ બધાં j પાત્રો દર્શકોને વ્હાલાં બની ગયેલા હતાં. જેના વિના સિરિયલ જ અધૂરી લાગે.
હાલમાં મળી રહેલાં ન્યુઝ મુજબ મિસીસ રોશન સિંઘ સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી એ માર્ચ મહિનામાં સિરિયલ છોડી દીધી છે અને સાથે સાથે જેનિફર મિસ્ત્રીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ ઉપર ગંભીર આરોપ લગાવ્યાં છે. જેનિફર મિસ્ત્રી એ મેન્ટલી અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં આરોપ લગાવ્યાં છે. જો કે, બીજી તરફ આસિત મોદી આ બધાં જ આરોપોને જુઠ્ઠા છે તેવું જણાવી રહ્યાં છે.