ગુજરાતમાં કલાકારોને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે. કલાકારો એ આપણી સંસ્કૃતિને જીવિત રાખી છે. ગુજરાતનાં ઘણાં કલાકારો વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવેલ છે. એમાનું એક નામ એટલે સાંઈરામભાઈ દવે.

સાંઈરામભાઈ દવે વિશ્વમાં હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાત છે. હમણાથી તેમનાં માતૃશ્રીની તબિયત થોડી ખરાબ છે. આવાં સમયે પરમ વંદનીય શ્રી મોરારી બાપુ સાંઈરામભાઈ દવેનાં નિવાસ સ્થાને તેમનાં માતૃશ્રીના ખબર અંતર પૂછવા પધાર્યા હતાં.

આ સમયે સાંઈરામભાઈ દવે એ તેમનાં સોશિયલ મીડિયા અકાઉન્ટમાં ફોટાઓ શેર કર્યા છે અને સાથે લખ્યું હતું કે, “ હેતુ વિનાનો હેતનો દરિયો એટલે બાપુ. પ્રિય મોરારી બાપુ મારાં માતૃશ્રીની તબિયત પૂછવા ઘરે પધાર્યા. તેમનાં હૈયામાંથી અસ્ખલિત વહેતા કરુણાના ઝરણાને વંદન. સદીના મહાપુરુષ આંગણ આવ્યા એ જ જીવનની ધન્યતા છે.”
તે પછી વધુમાં સાંઈરામભાઈ દવે એ પોતાના માતૃશ્રીને સંબોધીને લખ્યું કે, “મા, તું કેવી ભાગ્યશાળી ! અમારે બાપુના દર્શનાર્થે છેક તલગાજરડા જવું પડે અને તારા માટે બાપુ ઘરે પધારે! પૂજ્ય બાપુની અમી ભરેલી આંખોને વંદન.”
અંતે સાંઈરામભાઈ એ લખ્યું હતું કે,”સમગ્ર દવે પરિવાર પાસે બાપુને પોંખવા માટે અશ્રુ સિવાય કશું નહતું! જય સિયારામ”
પૂજ્ય મોરારી બાપુનો ચિત્રકૂટ ધામ આશ્રમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનાં તલગાજરડા ગામે આવેલ છે,
દેવાધિદેવ મહાદેવને પ્રાથના કે સાંઈરામભાઈનાં માતૃશ્રીને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય અર્પે.