
બધાજ લોકોને ખ્યાલ હશે કે, ડાયરા કિંગ કહેવાતા અને ઓળખાતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ૭૨ દિવસના જેલવાસ બાદ શરતી જામીન ઉપર બહાર આવ્યા છે.
દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ આ વાતના લીધે બહુ જ ખુશ છે. કારણ કે, દેશ-દુનિયામાં દેવાયતભાઈ ખવડનો ચાહક વર્ગ બહુ બહોળા પ્રમાણમાં છે અને ખાસ કરીને યુવા વર્ગમાં દેવાયતભાઈના ચાહક મિત્રો વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેવાયતભાઈ ખવડ શરતી જામીન ઉપર બહાર આવતાંની સાથે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તેમનાં ચાહક મિત્રોની કૃપા અને માતાજીની કૃપાનાં લીધે વહેલાં બહાર આવ્યો છું અને સાથે અમૃત ઘાયલનો શેર પણ લહયો હતો.”
“સંસારમાં જેણે વસમી સફર વેઠી નથી,તેને શું છે જગત એ ખબર હોતી નથી.”
અમૃત ઘાયલ
લોકસાહિત્યકાર દેવાયત ખવડ એ Instagram ઉપર પોસ્ટ પણ કરી હતી કે, “સર્વે વડીલો, સ્નેહીજનો, મિત્રો અને ચાહક મિત્રોએ મારા માટે સમય ફાળવ્યો અને સતત ખબર અંતર લેતા રહ્યાં અને પ્રાથનાઓ કરી એ બદલ સર્વેનો અંતઃ કરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર. માતાજી સર્વેને સુખ અને શાંતિ અર્પે એવી પ્રાથના.”
હવે ફરી એક વખત લોક લાડીલા એવા દેવાયતભાઈ ખવડ ડાયરા કરતાં જોવાં મળશે. તેમનો ચાહક વર્ગ પણ તેમનાં પાસે થી “રાણો, રાણાની રીતે….” એવું સાંભળવા માટે તરસી રહ્યાં છે.