હવામાન ખાતા દ્વારા અને હવામાન નિષ્ણાંત અંબાલાલાભાઈ પટેલ એ આગામી દિવસો માટે આગાહી કરી છે, અંબાલાલભાઈ પટેલ એ આગામી દિવસોમાં વરસાદ થશે તેવી આગાહી કરી છે.

અંબાલાલે કરી આ મોટી આગાહી..
અંબાલાલભાઈ પટેલે આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસો એટલે કે તા.૧૪ માર્ચ થી તા.૧૭ માર્ચ દરમિયાન વરસાદ આવી શકે છે. વધુમાં કહ્યું હતું કે, તા.૨૫ માર્ચ થી તા.૨૮ માર્ચ દરમિયાન વરસાદ આવી શકે છે.
ખેડૂતો થયા પરેશાન..
કમોસમી વરસાદની આગાહી ના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદ અને હવામાનના કારણે પાકને ઘણું નુકસાન થઈ શકે છે. આ બાબતની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ઉનાળાની હજુ શરૂઆત થઈ છે અને કેરીનું આગમન થયું છે. આવામાં જો વરસાદ થશે તો કેરીનાં પાકને પણ નુકસાન થઈ શકે છે અને કેરીનાં ભાવમાં વધારો આવી શકે છે.