સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે શરૂ કરવામાં આવી છે એક સેવા..
આ સેવા પાવન પર્વ મહાશિવરાત્રી અનુસંધાનમાં શરૂ કરવામાં આવેલ છે..
તમે માત્ર એક કોલ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશો..

આવનાર મહા પાવન પર્વ “મહાશિવરાત્રી” નાં અનુસંધાનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા “બિલ્વ પૂજા” સેવા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ “બિલ્વ પૂજા” સેવા માં ભક્તો માત્ર ૨૧ રૂપિયા આપીને શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશે. આ સેવાનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી કરવામાં આવેલ છે. આ “બિલ્વ પૂજા સેવા” આપણાં વન અને પર્યાવરણ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, પરમ પૂજ્ય શ્રી રમજુ બાપુ, ઉષા માં અને સોમનાથ ટ્રસ્ટનાં કાર્યકર્તાઓ દ્વારા લોન્ચ કરવામાં આવી.
બિલ્વ પૂજામાં કેવી રીતે નોંધાવી શકશો નામ…
તમે આ “બિલ્વ પૂજા” માં નામ નોંધવા માટે સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને નામ નોંધાવી શકો છો અથવા તો તમે મિસ કોલ કરીને પણ નામ નોંધાવી શકો છો. આ માટે તમારે ૦૮૦ ૬૯૦૭૯૯૨૧ પર મિસ કોલ કરીને “Automatic Voice Registration” સેવા માધ્યમથી પણ પૂજા માટે નામ નોંધાવી શકો છો.
આમ પણ કહેવાયું છે કે, દેવાધિ દેવ મહાદેવને બિલ્વ પત્ર ચડાવવાથી જન્મો – જનમનાં પાપોનો નાશ થાય છે અને પુણ્ય મળે છે.
બોલો, હર હર મહાદેવ….🙏🏻