ગુજરાતની પ્રખ્યાત સિંગર કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ બાદ તૂટી છે. ચાર-ચાર બંગડી વાળી ગાડીથી ફેમસ થયેલી ગુજરાતની સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી છે.

આ કારણે તૂટી કિંજલ દવેની સગાઈ..
આપ સૌને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ એક રિવાજના ભંગ થવાના લીધે તૂટી છે. કિનાજલ દવેની સગાઈ પવન જોષી સાથે સગાઈ સાટા પધ્ધતીથી થઈ હતી. એટલે કે તેમાં બંને પક્ષે ભાઈ બહેન હોય છે અને સામે-સામે લગ્ન નક્કી કરવામાં આવે છે. કિંજલ દવેની સગાઈ પવન જોષી સાથે થઈ હતી અને પવન જોષીની બહેનની સગાઈ કિંજલ દવેના ભાઈ સાથે થઈ હતી. પરંતુ પવન જોષીની બહેન એ અન્ય વ્યક્તિ સાથે કોર્ટ લગ્ન કરી લેતાં કિંજલ દવે અને પવન જોષીની પણ સગાઈ તૂટી છે.
કિંજલ દવે એ પવન જોષી સાથેનાં ફોટા સોશિયલ મીડિયા માંથી કાઢી નાખ્યાં..
પાંચ વર્ષ પહેલા કિંજલ દવે અને પવન જોષીની સગાઈ પછી બંને ઘરે ખુશીનો માહોલ હતો. કિંજલ દવે પવન જોષી સાથે ફરવા પણ જતાં હતા. બંને પોત પોતાના સોશિયલ મીડિયા ઉપર ફોટાઓ પણ શેર કરતાં હતાં. પરંતુ આ સગાઈ તૂટવાના લીધે કિંજલ દવેનું દિલ તૂટી ગયું છે. તેમણે તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ માંથી પવન જોષી સાથેનાં ફોટાઓ કાઢી નાખ્યા છે.

હાલમાં કિંજલ દવે કે તેમનાં પરિવાર તરફથી કોઈ પણ જાતનું નિવેદન આવ્યું નથી.