
ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કાજલબેન મહેરિયા પોતાનાં કોકિલ કંઠી અવાજનાં લીધે ગુજરાત માત્ર નહી પરંતુ દેશ-દુનિયામાં વિખ્યાત છે. હાલમાં થોડા સમય પહેલા જ કાજલબેન મહેરિયાએ નવી કાર ખરીદી છે. આ કાર ખરીદી તેનાં ફોટાઓ કાજલબેનએ પોતાનાં instagram પેઈજ ઉપર પોસ્ટ કર્યા છે. આ કાર કાજલબેને 20 ડિસેમ્બર આસપાસ લીધેલી હશે. એવું તેમની instagram પોસ્ટ ઉપરથી જાણવા મળી રહ્યું છે.

કાજલબેન મહેરિયા એ instagram ઉપર ફોટાઓ શેર કરતી વખતે એવું પણ લખ્યું છે કે, ” મારા તમામ ચાહકોનાં અને વડીલોનાં આશીર્વાદથી આજે મે LEGENDER કાર ખરીદી છે. તો મારાં બધા જ ચાહકોનો દિલથી આભાર માનું છું.”

સિંગર કાજલબેન મહેરિયા એ TOYOTA કંપનીની FORTUNER LEGENDER કાર ખરીદી છે. આ કારની અંદાજિત પ્રાઈઝ ૪૨.૮૦ લાખથી લઈને ૪૬.૫૦ લાખ રૂપિયા છે. કાજલબેને કાર સાથે ફોટાઓ પણ instagram માં શેર કર્યા છે.
કાજલબેન મહેરિયાને ગુજરાતનાં પ્રખ્યાત સિંગર કાજલબેન મહેરિયા થવામાં બહુ સંઘર્ષ કરવો પડ્યો છે. પણ આજ એ સંઘર્ષનું કાજલબેનને મળી રહ્યું છે. આજ બધા જ લોકો કાજલબેનને ઓળખે છે. કાજલબેનનાં ગીતો પસંદ કરે છે અને વખને છે.
પ્રખ્યાત સિંગર કાજલબેનનાં બધા ગીતો તમે યુટ્યુબમાં પણ સાંભળી શકો છો. કાજલબેન સોશિયલ મીડિયા ઉપર પણ સતત એક્ટિવ રહે છે. તમે કાજલબેનના instagram અને facebook પેઈજ ઉપર મુલાકાત લઈ શકો છો.