આવતી કાલે એટલે કે, ૬ જૂન,૨૦૨૪ નાં રોજ શનિ જયંતિ છે. શનિ જયંતિનાં દિવસે શનિ મહારાજની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘણાં લાભ પ્રાપ્ત થાય છે. શનિ જયંતિનાં દિવસે શનિ દેવને આટલી વસ્તુ ચઢાવવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. તો ચાલો, જાણીએ વિસ્તૃતમાં…

શનિ જયંતિનાં દિવસે શનિ દેવને કાળા તલ, અડદ અને તેલ ચઢાવવાથી ઘણાં બધા લાભો થાય છે.
કાળા તલ : શનિદેવને શનિ જયંતિનાં દિવસે કાળા તલ ચઢાવવાથી તમારાં અટકેલા કાર્યો સંપન્ન થાય છે. જે લોકોને ધંધામાં અવરોધ આવતો હોય તો તે અવરોધ દૂર થાય છે. ધન અને સુખ – સંપતિ પ્રાપ્ત થાય છે. કાળા તલની જગ્યા એ તમે કાળા તલનાં લાડુ પણ શનિ દેવને ચઢાવી શકો છો.
અડદ : શનિ જયંતિનાં દિવસે શનિદેવને અડદ ચડાવવાથી જીવનમાં સાદગી પ્રાપ્ત થાય છે. તમે શનિદેવને ખીચડી પણ ચડાવી શકો છો. કારણ કે, ખીચડી ચઢાવવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. અડદ કે ખીચડી ચઢાવવાથી કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે.
તેલ : શનિદેવને આમ તો દર શનિવારે તેલ ચઢાવવામાં આવે છે. પરંતુ શનિ જયંતિનાં દિવસે શનિદેવને તેલ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. શનિદેવને તેલ ચઢાવવાથી જીવનની બધી જ મુશ્કેલીઓનો અંત આવે છે. સુખ – સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આર્થિક સમસ્યા દૂર થાય છે. શનિદેવને તેલ ચઢાવતાં પહેલાં તેલમાં પોતાનો ચહેરો જોવાનું રાખો. ત્યાર બાદ શનિ દેવને તેલ ચઢાવવાથી શનિનાં દોષ માંથી મુક્તિ મળે છે.
શનિ મહારાજને ન્યાય અને કર્મોનાં પરિણામનાં દેવતા માનવામાં આવે છે. શનિ જયંતિનાં દિવસે યોગ્ય રીતે શનિદેવની પૂજા કરવાથી કુંડળીમાં શનિની સાડા સાતી હોય તો તેમાં પણ લાભ મળે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી જાણવા મળતી જાણકારી આધારિત છે. ગુજરાત મીડિયા ૨૪ આ બાબતની પુષ્ટિ કરતું નથી.)