
ભાવનગર શહેરનાં પિલગાર્ડન વિસ્તારમાં આવેલાં ફૂટપાથ ઉપર રહેતાં પરિવારની બાળકીનું થોડા સમય પહેલાં અપહરણ થઈ ગયું હતું. આ માટેની કાંતાબેનએ પોલીસ સ્ટેશનમાં આ માટેની ફરિયાદ નોંધાવી હતી.

બાળકીના અપહરણની ફરિયાદ અનુસંધાને એસ.પી. સાહેબ એ એક ટીમની રચના કરેલી. આ ટીમમાં પી.એસ.આઈ ગજ્જર સાહેબ અને તેનાં પોલીસ સાથીદારો હતાં. આ કેસ સંદર્ભમાં આ ટીમ દ્વારા ત્યાં આસપાસનાં સી.સી.ટી.વી. ફૂટેજ ચકાસવામાં આવ્યું હતું. ફૂટેજ ચકાસતા આરોપીની ઓળખ કરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછતાછ કરતાં મળેલું કે ત્યાં પાસે જ ફૂટપાથ પર તે રહે છે.

આરોપીની પૂછતાછ દરમિયાન જાણવા મળતા પોલીસ અધિકારીનો કાફલો બંદર રોડ વિસ્તારમાં તપાસ કરતાં બાળકીની લાશ દાટેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ ત્યાં એફ.એસ.એલ. અધિકારી અને એક્ષ્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ હાજર થઈ ગયાં હતાં.

આ ઘટનાના આરોપીની સઘન પૂછતાછ શરૂ છે.