
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રેસનોટ પ્રસારિત કરવામાં આવેલ છે. જેમાં જણાવવામાં આવેલ છે કે, ગુનરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં મેન્ટેનન્સ / અપગ્રેડેશન કરવાનું હોવાથી ઓનલાઈન બુકીંગ સેવા થોડા કલાકો માટે બંધ રહેશે.
કેટલાં સમય સુધી ઓનલાઈન બુકીંગ સેવા બંધ રહેશે ???
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજથી એટલે કે તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રાત્રિના ૧૧:૦૦ કલાકથી આવતીકાલના એટલે કે તા.૨૨/૦૨/૨૦૨૩ ના સવારના ૦૭:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન બુકીંગ સેવા બંધ રહેશે. જેની બધા જ મુસાફરોએ નોધ લેવી. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મોબાઈલ એપ્લીકેશન, કાઉન્ટર બુકીંગ અને બધી જ ફ્રેન્ચાઈઝી પરનું બુકીંગ બંધ રહેશે અને વધુમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ ઓનલાઈન બુકીંગ સેવા બંધ રહેવા બાબત એ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.

આ સેવા પુનઃ શરૂ થતાં તમે ફરીથી ઓનલાઈન બુકીંગ સેવાનો લાભ લઈ શકો છો. આ સેવાનો લાભ લેવા તમે GSRTC ની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટિકિટ ઓનલાઈન બુકીંગ કરી શકો છો અથવા તો તમે www.gsrtc.in વેબસાઇટ ઉપર જઈને પણ ટિકિટ ઓનલાઈન બુકીંગ કરી શકો છો.

Source: GSRTC પ્રેસનોટ