અમદાવાદ વાસીઓ ચેતી જજો…
આવી ગયાં છે ટ્રાફીકનાં નિયમો, ધ્યાન નહી રાખો તો ભરવો પડશે ઈ-મેમો…

આટલું ધ્યાન રાખજો અમદાવાદીઓ…
- રિક્ષામાં ડ્રાઇવિંગ સીટ ઉપર પેસેંજર બેઠા હોય.
- રિક્ષામાં નિયમ કરતાં વધારે પેસેંજર ભર્યા હોય.
- ફોર વ્હીલમાં કાચમાં ડાર્ક ફિલ્મ લગાવેલી હોય.
- બી.આર.ટી.એસ. કોરિડોરમાં વાહન ચલાવતા હોય.
- ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતાં હોય.
- વાહનોમાં સરકારમાન્ય HSRP સિવની નંબર પ્લેટ લગાવેલી હોય.
- ફેન્સી નંબર પ્લેટ લગાવેલી હોય.
- બે થી વધારે લોકો ટુ વ્હીલ પર સવારી કરતાં હોય.
- ટ્રાફીકનાં સિગ્નલ તોડ્યો હોય.
- રોડ ઉપર જેમફાવે તેમ પાર્કિંગ કરેલું હોય.
- હેલ્મેટ પહેરેલું ન હોય.
- વાહનો સ્પીડમાં ચલાવતા હોય.
- ફોર વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધેલો ન હોય.
- રોંગ સાઇડમાં વાહનો ચલાવતા હોય.
- સ્ટોપ લાઇનનું ઓવર સ્ટેપિંગ કરતાં હોય.
ઉપર જણાવેલ પોઇંટ્સનું ધ્યાન નહીં રાખો તો તમારાં ઘરે ઈ-મેમો આવી શકે છે.માટે ધ્યાન રાખીને વાહનો ચલાવો, સુરક્ષાનું ધ્યાન રાખો, રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં ધ્યાન રાખો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરો, ટુ વ્હીલમાં હેલ્મેટ અને ફોર વ્હીલમાં સીટ બેલ્ટ પહેરો.